મોરબી એલસીબી દ્વારા લીલાપર રોડ પરથી વિદેશીદારૂ નો જથ્થો મળી આવ્યો !
મોરબી સિટી એ ડિવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લીલાપર રોડ ઉપર પાંજરાપોળ સામેના વાડાની ઓરડીમાંથી ઇગ્લીશ દારૂની બોટલો નંગ- ૨૪૦ કિ.રૂ.૧,૨૬,૩૦૦/- નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફ કાર્યરત હોય તે દરમ્યાન એલ.સી.બી સ્ટાફને સયુંકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, જગદિશભાઇ સામતભાઇ સાવધારારબારી રહે. લીલાપરરોડ, ન્યુ પ્રાપત સોસાયટી, મોરબી વાળાએ તેના રહેણાંક નજીક આવેલ તેના કબ્જા ભોગવટા વાળા ઢોર બાંધવાના ડેલાની ઓરડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો વેચાણ કરવા રાખેલ છે. તેવી ચોકકસ બાતમીના આધારે રેઇડ કરતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૪૦ કિં રૂ. ૧,૨૬,૩૦૦/-નો મુદામાલ મળી આવતા મોરબી સિટી એ ડિવી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.





