મોરબી અને ટંકારા માં આવતીકાલે મંગળવારે બાળકો માટે વિનામૂલ્યે આયુર્વેદિક સુવર્ણપ્રાશન ટીપા યોજાશે
હાલના કપરા સમયમાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા મોરબીમાં આવતીકાલે તારીખ ૧૫ મંગળવારે આયુર્વેદિક જીવનશૈલી દ્વારા કોરોનાના કપરા કાળમાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા, તાવ,શરદી, વાયરલ ઇન્ફેકશનથી બચવા, યાદ શક્તિ વધારવા માટે ૩૦૦૦ વર્ષ જુના આયુર્વેદના ગ્રંથોમાં બતાવેલ આયુર્વેદિક રસીકરણ એટલે મંત્રોષધી સુવર્ણપ્રાશન. મોરબી, ટંકારા, લજાઈ ૬ મહિના થી ૧૨ વર્ષ સુધીના બાળકો માટે વિનામૂલ્યે આયુર્વેદિક રસીકરણ સુવર્ણપ્રાશન ટીપાનો કેમ્પ યોજાશે. જેનો સમય સવારે ૧૦ થી ૧ નો રહેશે અને સ્થળ શ્રીસોરઠીયા લુહાર વાડી, સ્વામિનારાયણ મંદિર ગેઇટ વાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે યોજાશે. અને સાંજે ૪ થી ૬ એમ.ડી. હોલ, એમડી સોસાયટી ટંકારા ખાતે યોજાશે. વધુ માહિતી માટે રાજ પરમાર ૯૭૨૨૬ ૬૬૪૪૨ સંપર્ક કરવાનું જણાવ્યું છે.