Sunday, March 15, 2026

મોરબી: અજયભાઈ લોરીયાના પુત્ર દેવના જન્મદિવસની પ્રેરણા દાયક ઉજવણી, 51000 રૂ. સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનમા અર્પણ

Advertisement
Advertisement
Advertisement

મોરબી બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયાના પુત્ર દેવના જન્મદિવસની પ્રેરણા દાયક ઉજવણી રૂ.૫૧,૦૦૦ સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનમા અર્પણ કરી અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરાઇ.

અજયભાઈ રાષ્ટ્રને અનેક પ્રસંગોપાત એક કે બીજી રીતે મદદરૂપ બનતા રહ્યા છે. અને હર હંમેશ એક પ્રેરણાદાયી પહેલ કરતા હોય છે. જેમ કે શહીદ જવાનોનાં પરીવારને આર્થીક રીતે મદદ કરી મદદરૂપ થયા હતા. કોરોના જેવી મહામારી હોય કે પછી કરોનાકાળમા માતા પિતાની છત્રછાયા ગુમાવી બેઠલ બાળકનો શીક્ષણનો તમમા ખર્ચ ઉઠાવી મદદરૂપ બની રહ્યા છે. હર હંમેશ મોરબીની જનતાની સાથે ખડે પગે રહી જનતાના કાર્યને પોતાના કાર્ય સમજી કાર્ય કરતા અજયભાઈ લોરીયાના પુત્ર દેવનો આજે તા.10-09-2021 ના રોજ જન્મદિવસ નિમિત્તે તેમના સગાં સંબંધીઓ તેમજ મિત્ર વર્તુળ તરફથી મોં-99134 33333 પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. ત્યારે વોઇસ ઓફ મોરબી ન્યૂઝની ટીમ તરફથી દેવભાઈને જન્મદિવસની હાર્દિક શુભકામના.

Related Articles

Total Website visit

1,597,160

TRENDING NOW