Monday, June 22, 2026

મોરબી “SHE TEAM” દ્વારા અસ્થિર મગજની મહિલાનું મિલન પરિવાર સાથે કરાવ્યું.

Advertisement
Advertisement
Advertisement

મોરબી “SHE TEAM” દ્વારા અસ્થિર મગજની મહિલાનું મિલન પરિવાર સાથે કરાવ્યું.

મોરબી “SHE TEAM” દ્વારા અસ્થિર મગજની મહિલાનું પરિવાર સાથે મિલન કરવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં દરેક પોલીસ સ્ટેશનમાં “SHE TEAM” કાર્યરત હોય મોરબી તાલુકા પો.સ્ટે SHE TEAM” ના એ.એસ.આઇ નેહલબેન જે.ખડીયા તથા પો.કોન્સ અક્ષયરાજસિંહ હરવિંદસિંહ રાણા તથા વુ.પો.કોન્સ ખમાબેન કાળુભાઇ બગોદરીયા તથા પો.કોન્સ રાજેશ્રીબેન ભરતભાઇ વાધેલા એમ બધા મોરબી તાલુકા પો.સ્ટે વિસ્તારમાં SHE TEAM ” કામગીરી સબબ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન નાગડાવાસ ગામના પાટીયા પાસે પહોંચતા એક મહીલા રોડ ઉપર કઢગ હાલતમાં બેસેલ જોવામાં આવતા તુરત જ તેની પાસે જઇ તેના નામ સરનામાં બાબતે પુછતા પોતાનું નામ લાલી હોવાનું જણાવેલ અને વિશેષ કઇ જણાવતી ન હોય જેથી સદરહુ મહિલા અસ્થિર મગજની હોવાનું જણાઇ આવતા તુરત જમહિલાને પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી વિશ્વાસમાં લઇ અલગ અલગ શહેરો તથા જીલ્લાના નામ જણાવી પુછપરછ કરતા પોતે અમદાવાદના વટવા વિસ્તાર થી વાકેફ હોય જેથી તુરત જ અમદાવાદના વટવા પો.સ્ટે સંપર્ક કરી ખરાઇ કરતા જાણવા મળેલ કે સદરહુ મહિલાનું પુરૂ નામ સરીતાબેન ઉર્ફે લાલીબેન વા/ઓ જીગરભાઇ ઠાકોર રહે.જશોદાનગર મેલડીમાનો ટેકરો રમેશભાઇની ચાલી અમદાવાદ વાળી હોવાનું જણવા મળેલ તેમજ તેની પરીવારનો સંપર્ક થઇ જતા તેની માતા આજરોજ અમદાવાદથી આવતા સદરહુ મહીલા છેલ્લા એક મહિનાથી ઘરેથી જતી રહેલ હોવાનું જણાવેલ અને સદરહુ મહિલાને તેના માતા ને સોંપી આપેલ હતી અને તેના માતા તેની દિકરીને શોધતા હોય જે મળી જતા રાહતનો શ્ર્વાસ લીધેલ હતો. આમ એક માનસિક અસ્થિર મગજની મહિલાને તેના માતા સાથે મિલન કરાવી મોરબી તાલુકા પોલીસ “SHE TEAM” માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડેલ છે.

Related Articles

Total Website visit

1,609,026

TRENDING NOW