મોરબી RDC બેંક વિરૂદ્ધ ખાતાધારક ની RBI મા ફરિયાદ બોગસ સહીથી કરોડો નું કોભાંડ
મોરબીમાં ચકચારી જમીન કોભાંડ માં સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કનૈયાલાલ દેત્રોજા તેના ભાગીદાર અને RDC બેંક મેનેજર વિરુદ્ધ નામદાર કોર્ટના આદેશ થી ફરિયાદ નોધાઇ છે જેમાં આરોપી કનૈયાલાલ દેત્રોજા હાલ જેલ માં છે અને સેશન્સ કોર્ટ દ્વારા તેના રેગ્યુલર જામીન ના મંજૂર કર્યા છે
આ કેસ આરોપી તરીકે બેંક મેનેજર દિલીપ વડાવિયા છે જેને ફરિયાદીના બેંક ખાતાની ચેકબુક ફકત ૨૪ કલાક થી ઓછા સમય માં કોઈ ત્રાહિત અશોક મકવાણા નામના વ્યક્તિ ને આપી દીધી જે ચેકબુક થી ખાતાધારકની બોગસ સહીઓ કરી કરોડો રૂપિયાના ટ્રાજેક્શન થયા અને આ કૌભાંડમાં બેંકકર્મી ની સંડોવણી ખુદ RDC બેંક ની હેડ શાખા રાજકોટ દ્વારા પણ લેખિત માં કબૂલી છે
આ બનાવ ૨૦૨૨ નો છે જેના ફરિયાદીએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી પરતુ પોલીસ ને બેંક મેનેજર દ્વારા ખોટી માહિતી અને પુરાવા નાશ થઈ ગયાં ની માહિતી આપતા પોલીસ દ્વારા ફરિયાદ દફતરે કરાય હતી જેથી ફરિયાદીએ નામદાર કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટ દ્વારા CCTV,FSL જેવા સિદ્ધાંતિક પુરાવા સાથે ગુનો દાખલ કરવા આદેશ કર્યો હતો
આ ફરિયાદ ને ચાર મહિના થી વધુ સમય થવા છતાં પોલીસ દ્વારા આરોપીઓ ની ધરપકડ કરી નથી એની પાછળ ખૂબ જ મોટા પ્રમાણ માં માલ મળી ગયો હોવાનો ચર્ચા મોરબી આખામાં ટોક ઓફ ટાઉન છે
આ કેસમાં ફરિયાદીને બેંક દ્વારા સહકાર ન મળતા ફરિયાદી દ્વારા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ના બેંકિંગ લોકપાલ ને ફરિયાદ કરી જેમાં ધગધગતા આરોપ લગાવ્યા કે RDC બેંક ને લીધે તેની કરોડો ની કીમતી સોનાના લગડી જેવી જમીન ગઈ જેથી RBI દ્વારા RDC બેંક ને નોટિસ કાઢી છે હવે આવનારા સમય માં ખબર પડશે કે RBI દ્વારા કેવા પગલા ભરાઈ છે





