Saturday, May 10, 2025

મોરબી 181 ટીમે ઘરેથી નીકળી ગયેલા માનસિક અસ્વસ્થ વૃદ્ધાનુ પરિવાર સાથે મિલન કરાવ્યું

Advertisement
Advertisement
Advertisement

મોરબી 181 ટીમે ઘરેથી નીકળી ગયેલા માનસિક અસ્વસ્થ વૃદ્ધાનુ પરિવાર સાથે મિલન કરાવ્યું

મોરબીમા ભુલા પડેલા વૃદ્ધાનુ પરિવાર સાથે પુનમિલન કરાવતી ટીમ અભયમ મોરબી શહેરના રતનપર રોડ પરથી એક જાગૃત નાગરિકનો 181 મા કોલ આવ્યો હતો અને જણાવ્યુ હતુ કે એક અજાણ્યા વૃદ્ધા મળી આવ્યા છે. અને ખૂબ ગભરાયેલી હાલતમાં છે. અને તેઓ કાઈ પણ બોલતા નથી.અને ખૂબ જ રડે છે.અને તેમને મદદની જરૂર છે.ત્યાર બાદ 181 ટીમના કાઉન્સિલર જાગૃતિ ભુવા અને પાયલોટ સનીભાઈ કાફિયા અને કોન્સસ્ટેબલ જયશ્રીબેન સ્થળ પર પહોચી વૃદ્ધાની ઉમર આશરે 65 વષૅ જણાવેલ કે તેઓ વહેલી સવારે ચોટીલા અને માટેલ જવા માટે ઘરેથી નીકળી ગયા હતા. પરંતુ ઉમરના કારણે રસ્તે ભુલા પડેલા છે. તેમજ વૃદ્ધાએ જણાવેલ કે તેઓ બિહાર થી આવેલા હોય અને તેમના દીકરા સાથે કારખાનામાં રહેતા હોય પરંતુ માટેલ જવા માટે ઘરેથી નીકળી ગયા હતા. વૃદ્ધાની વાત સાંભળી તેમનુ સરનામું પુછતા બરાબર યાદ ન હોવાથી કેટલાક પ્રયત્નો બાદ વૃદ્ધાનો દિકરો સિરામિક કારખાનામાં કામ કરતો હોય તેવું જણાતા આજુબાજુના કારખાનામાં તપાસ કરતા તેમના દિકરાનો સંપકૅ થયેલ અને વૃદ્ધાને તેમના દિકરાને સોપવામાં આવ્યા. અને તેના દિકરાનુ કાઉન્સિલીગ કરતા જાળવા મળ્યુ હતુ કે માજી ઘરેથી અવાર નવાર તેમની જાણ બહાર ઘરેથી નીકળી જાય છે.અને તેમની માનસિક સ્થિતિ અસ્વસ્થ હોવાના કારણે રસ્તે ભુલા પડે છે. 181 ની ટીમ દ્વારા માજીના દિકરાને માજીની સાર-સંભાળ રાખવા સૂચન કરેલ તેમજ માજીને પણ ઘરેથી વારંવાર કહ્યા વગર નીકળી ન જાય તે બાબતે પરામર્શ કરેલ. આમ ૧૮૧ ટીમ દ્વારા વૃદ્ધાને તેમના દિકરા સુધી પહોચાડેલ. માજી ને સહી સલામત પહોચાડવા બદલ તેમના દીકરા દ્વારા 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related Articles

Total Website visit

1,502,882

TRENDING NOW