મોટા રામપર ગામે નારિચાણિયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે
ટંકારા ના મોટા રામપર ગામ નારીચાણીયા હનુમાનજી મંદિરે દર વર્ષે ની જેમ આ વર્ષે પણ હનુમાન જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવશે દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમા તિથિ પર સંકટ મોચન હનુમાનજી ના જન્મોત્સવ માનવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ તા.૦૬/૦૪ ને ગુરુવાર ના દિવસે હનુમાન જન્મોત્સવ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે
આ પાવન દિવસે દેશભર માં હનુમાન મંદિરો માં ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરના મહંત ભરતદાસ બાપુ કુબાવત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હનુમાનજી મહારાજ નો જન્મોત્સવ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે ત્યારે સર્વે ધર્મપ્રેમી જનતા ને મહા આરતી, હવન ,બટુક ભોજન, મહાપ્રસાદ નો લાભ લેવા આમંત્રણ પાઠવવા માં આવ્યું છે