Tuesday, May 6, 2025

મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા મહેંદી અને બ્યૂટી પાર્લરનો કોર્સ કરનાર દીકરીઓને પ્રમાણપત્ર અપાયા

Advertisement
Advertisement
Advertisement

મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ દીકરીઓ પગભર થઈ શકે તે માટે મહેંદી અને બ્યૂટી પાર્લરનો કાર્સ નિઃશુલ્ક કરાવવામાં આવી રહ્યો છે. ત્યારે તારીખ 16 જુલાઈના રોજ કોર્સ પૂર્ણ કરનાર 10 દીકરીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે. આ કોર્સ જરૂરિયાતમંદ દીકરીઓને નિકટ ભવિષ્યમાં આજીવિકાને આગળ વધારવામાં મદદરૂપ થશે.

આ કાર્યક્રમમાં મુસ્કાન વેલફેર સોસાયટીના સભ્યો હાજર રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટના નિષ્ણાત બ્યુટિશિયન અમિતાબેન દ્વારા એક દીકરીને તૈયાર કરીને તમામ વિદ્યાર્થીઓને ડેમો આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમના દ્વારા વિવિધ પ્રકારના ઉત્પાદનોની માહિતી પણ આપવામાં આવી હતી.

Related Articles

Total Website visit

1,502,782

TRENDING NOW