મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા 90 જેટલા જરૂરીયાત મંદ બાળકોને પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું.
મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી હર હંમેશ જરૂરિયાત મંદ લોકો માટે કામ કરતા હોય છે. ત્યારે ગત તારીખ 20 ફેબ્રુઆરીના રોજ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા 90 થી વધારે જરૂરિયાત મંદ બાળકોને પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીના તમામ સદસ્યોએ ભાગ લીધો હતો ત્યારે આ સેવાકીય કાર્યક્રમ ફ્યુચર ઇન્ટરનેશનલ કિડ્સ પ્લે હાઉસમાં કરવામાં આવ્યો હતો. મુસ્કાન વેલફેર સોસાયટીના આવા સેવાકીય કાર્યોથી દાતાઓ પણ તેમની મદદ કરતા હોય છે ત્યારે આ પ્રોજેક્ટ ની અંદર શ્રીમતી કલ્પના શર્મા સહભાગી બન્યા હતા.
