મુળી તાલુકા ના માંનપર ગામે ખેડૂત નેતા રાજુભાઈ કરપડા ની આગેવાની માં ખેડૂત મીટીંગ યોજાય જેમાં મોટી સંખ્યા માં ખેડૂતો ઉપસ્થિત રહ્યા..











છેલ્લા ઘણા સમય થી મૂળી, થાનગઢ, ચોટીલા અને સાયલા માં સિંચાઇ ની કાયમી વ્યવસ્થા ની માંગ ઉઠી છે જેમાં રાજુભાઈ દ્વારા ગામડે ગામડે મીટીંગો કરી ખેડૂતો ને સ્થાનિક પ્રશ્નો મુદ્દે એકત્રિત કરવામાં આવી રહ્યા છે. હાલ સિંચાઈ ના પાણી ની આ 4 તાલુકા માં કાયમી વ્યવસ્થા નથી જેના કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બની રહ્યો છે અને ગામડા તૂટતા જાય છે ત્યારે હવે ખેડૂતો આખરી લડાઈ લડવાની પૂર્વ તૈયારી ના ભાગરૂપે મજબૂત સંગઠન બનાવી રહ્યા છે અને મોટી સંખ્યા માં મીટીંગો માં હાજર રહી સરકાર ને સંદેશ આપી રહ્યા છે કે જો માંગ પૂર્ણ કરવામાં નહિ આવે તો ગમે ત્યારે ઉગ્ર આંદોલન થશે.
આ સમયે સ્થાનિક પ્રશ્નો ની પણ ચર્ચા કરવામાં આવી હતી જેમાં pgvcl દ્વારા ચેકીંગ ના બહાને થતી હેરાનગતિ સાથે જ ખેડૂતો ના વધી રહેલા દેવા મુદ્દે પણ ગંભીર ચર્ચા કરવામાં આવી હતી





