Friday, May 16, 2025

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે તેમનો 65મો જન્મદિવસ વતન રાજકોટ ખાતે વિવિધ સેવા કાર્યો કરીને ‘સંવેદના દિવસ’ તરીકે ઉજવશે

Advertisement
Advertisement
Advertisement

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે તા. 2 ઓગસ્ટ તેમના 65મા જન્મદિવસની શરૂઆત ભાજપના દિગ્ગજ નેતા,  કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ,ગુજરાતમાં નાણા મંત્રી તરીકે સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર પૂર્વ નાણા મંત્રી અને રાજકોટના પૂર્વ મેયર એવા વડીલ વજુભાઈ વાળાના  વહેલી સવારે રાજકોટ ખાતે આશીર્વાદ મેળવી કરી હતી.

વજુભાઇ વાળાએ આ પ્રસંગે 65મા જન્મ દિવસ અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સફળતા પૂર્વક પાંચ વર્ષ પૂર્ણ કરવા બદલ વિજય રૂપાણી તેમજ સમગ્ર રાજ્ય સરકારને અભિનંદન અને શુભેચ્છાઓ આપી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ આજે વહેલી સવારે તેમના માર્ગદર્શક અને  પૂર્વ રાજ્યપાલ-નાણા મંત્રી વજુભાઈ વાળાની તેમના ઘરે રાજકોટ ખાતે શુભેચ્છા મુલાકાત કરી ખબર અંતર પૂછ્યા હતા.

આ મુલાકાત વેળાએ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પરમાર, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, લાખાભાઈ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી, મેયર પ્રદિપભાઈ ડવ, અંજલીબેન રૂપાણી, અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, કમલેશભાઈ મીરાણી, રાજુભાઈ ધ્રુવ, કલેક્ટર અરુણકુમાર મહેશ બાબુ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,504,691

TRENDING NOW