Friday, June 19, 2026

મીટ્ટીની મહેક થી રંગાયું વંદે ગુજરાત માટીના સ્મૃતિચિન્હ પર કંડારાયું વંદે ગુજરાત

Advertisement
Advertisement
Advertisement

મીટ્ટીની મહેક થી રંગાયું વંદે ગુજરાત માટીના સ્મૃતિચિન્હ પર કંડારાયું વંદે ગુજરાત

વાંકાનેરના સખી મંડળે ‘વંદે ગુજરાત- ૨૦ વર્ષ વિશ્વાસ ૨૦ વર્ષ વિકાસ’ કંડારી ગુજરાત સરકારને અનોખું સ્મૃતિચિન્હ અર્પણ કર્યું

મોરબી ખાતે યોજાઈ રહેલા વંદે ગુજરાત વિકાસ પ્રદર્શન અને સખી મેળામાં વાંકાનેરના મીટ્ટી આર્ટ ક્લે પ્રોડક્ટ સાથે જોડાયેલા સખી મંડળે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાને માટી પર વંદે ગુજરાત વિકાસ યાત્રા કંડારેલું સ્મૃતિચિન્હ અર્પણ કર્યું હતું.

મોરબીમાં એલ.ઈ. કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે હાલ ગુજરાત વિકાસ પ્રદર્શન અને સખી મેળો ચાલી રહ્યો છે. જેમા વિવિધ સખી મંડળ અવનવી વસ્તુઓનું નિર્માણ કરી તેનું વેચાણ કરી રહ્યા છે. જેમાં વાંકાનેરના મીટ્ટી આર્ટ ક્લે પ્રોડક્ટ સાથે જોડાયેલા સખી મંડળ દ્વારા માટી માથી વિવિધ વાસણો બનાવી વેચાણ કરવામાં આવી રહ્યું છે. વંદે ગુજરાત વિકાસયાત્રા પ્રસ્થાન દરમિયાન તેમને વંદે ગુજરાત- ૨૦ વર્ષ વિશ્વાસ ૨૦ વર્ષ વિકાસ આબેહુબ કંડારી રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાને અર્પણ કરી ગરવી ગુજરાત અને ગુજરાત સરકારને આ અનોખું સ્મૃતિચિન્હ અર્પણ કર્યું હતું.

આ માટીના સ્મૃતિચિન્હ પરથી એવું જણાય છે કે જન જન ની વંદે ગુજરાત વિકાસ યાત્રામાં ગુજરાતની માટી પરનો દરેક માનવી સહભાગી છે.

Related Articles

Total Website visit

1,608,713

TRENDING NOW