Monday, June 8, 2026

માળીયામિંયાણાના રોહીશાળા ગામે કૃષ્ણ જન્મોત્સવની ઉમંગ ઉલ્લાસભેર શોભાયાત્રા કાઢીને ઉજવણી કરાઈ

Advertisement
Advertisement
Advertisement

માળીયામિંયાણા
તા.૧૯ ઓગસ્ટ ૨૦૨૨

માળીયામિંયાણાના રોહીશાળા ગામે કૃષ્ણ જન્મોત્સવની ઉમંગ ઉલ્લાસભેર શોભાયાત્રા કાઢીને ઉજવણી કરાઈ

રોહીશાળા ગામ સમસ્ત કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી ડીજેના તાલે મટકીફોડ સહીતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા

માળીયામિંયાણાના રોહીશાળા ગામે આજરોજ ગોકુલ આઠમના પાવન પર્વ નિમિતે કૃષ્ણ જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ હતી જેમા રોહીશાળા ગામ સમસ્ત કરાયેલ કૃષ્ણ જન્મોત્સવના ધાર્મિક કાર્યક્રમના આયોજનમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાઈને ભગવાન શ્રીકૃષ્ણની શોભાયાત્રા દરમિયાન યોજાયેલા વિવિધ ધાર્મિક પ્રસંગોને લોકોએ વધાવી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં સામેલ થયા હતા સવારે આઠ વાગ્યાથી શોભાયાત્રાએ પ્રસ્થાન કરી ગામના જાહેર માર્ગો પર ફરી ભગવાન શ્રીકૃષ્ણના રૂપમાં બાળકૃષ્ણે ગામના વિવિધ સ્થળોએ મટકી ફોડીને ભારે આકર્ષણ જમાવ્યુ હતુ આ શોભાયાત્રામાં ગ્રામજનોએ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદથી ગામ ગુંજી ઉઠ્યુ હતુ આમ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીથી રોહીશાળા ગામ કૃષ્ણમય બની ગયુ હોય તેમ આજરોજ ગ્રામજનોએ ડીજેના તાલે રાસગરબા રમીને ભક્તિભાવપૂર્વક કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી

Related Articles

Total Website visit

1,607,840

TRENDING NOW