માળીયા (મી) નજીક આરામ હોટલ સામેથી ઈંગ્લીશ દારૂની ૧૨ બોટલો સાથે એક ઈસમને માળીયા (મી) પોલીસે ઝડપી પાડેલ છે. અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી) નજીક આરામ હોટલ સામેથી આરોપી મુળજીભાઈ રતીલાલ પરમાર (રહે. લાલપર.તા. મોરબી)ને પોતાના ટી.વી.એસ. જુપીટર મોટરસાયકલ નં-GJ-36-P-5138 ( કિં.રૂ. ૪૦,૦૦૦) વાળામાં ગેરકાયદેસર રીતે ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૨ (કિં.રૂ. ૩૬૦૦) ના મુદ્દામાલ સાથે માળીયા (મી) પોલીસે ઝડપી પાડેલ છે. જ્યારે અન્ય એક શખ્સ રવીભાઈ ધીરજલાલ લખતરીયા (રહે. લાલપર.તા. મોરબી)નુ નામ ખુલતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.