માળીયા તાલુકાની જાજાસર પ્રાથમિક શાળામાં બાળકો માટે સુઝલોન કંપની દ્વારા સ્પોર્ટ્સ કીટ અર્પણ કરવામાં આવી હતી તેમજ આંગણવાડી માટે નાસ્તાની કીટ પણ અર્પણ કરવામાં આવી હતી.

જાજાસર પ્રાથમિક શાળાના બાળકોને સુઝલોન કંપની દ્વારા સ્પોર્ટ કીટ આપીને શારીરિક શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું જેમાં ક્રિકેટના સાધનો બેટ બોલ તેમજ છોકરી માટે દોરડા કુદના દોરડા, ચેસ, બેડમિન્ટન આપવામાં આવ્યા હતા તેમજ આંગણવાડી માટે પણ નાસ્તા માટેની કીટ આપવામાં આવી હતી જે પ્રસંગે સુજલોન કંપની તરફથી સુઝલોન કંપનીના મેનેજર દિલીપભાઈ પટેલ, મયુરભાઈ કાનાણી, જનકભાઈ માથુકિયા અને પ્રોજેક્ટ મેનેજર સ્વ. જે. વી. નારીયા એજ્યુકેશન કચેરીના ટ્રસ્ટી વિજયભાઈ સોજીત્રાના કાર્યને ગામના સરપંચ મનુભાઈ તેમજ જેઠાભાઈએ પ્રસંશનીય કાર્ય તરીકે બિરદાવ્યું હતું. આ તકે શાળાના આચાર્ય ધીરુભાઈ મિયાત્રા, માળીયા મિંયાણા તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ હરદેવભાઇ કાનગડ, ભાવેશભાઈ બોરીચા, કેસુરભાઈ, ચેતનભાઇ, જેમિનીબેન અને શાળા પરિવારે સૂજલોન પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.
