Saturday, June 20, 2026

માળીયાના વાગડીયા ઝાંપા નજીક વર્લી મટકાનો જુગાર રમતા 6 ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

માળીયાના વાગડીયા ઝાંપા નજીક વર્લી મટકાનો જુગાર રમતા 6 ઝડપાયા

માળીયા (મી): માળિયાના વાગડીયા ઝાંપા નજીક વર્લી મટકાનો જુગાર રમતા છ ઈસમોને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

માળિયાના વાગડીયા ઝાંપા નજીક વર્લી મટકાનો જુગાર રમી રમાડતા આરોપી કાસમભાઇ હુશૈનભાઇ સંધવાણી, મુસ્તાકભાઇ સુભનભાઇ જેડા, હિતેશભાઇ નારણભાઇ ચાવડા, વલીમામદભાઇ કરીમભાઇ જેડા,
૫કાળુભાઇ મનજીભાઇ મકવાણા, બળદેવભાઇ બીપીનભાઇ વાણીયા રહે બધા માળીયા (મી) વાળાને રોકડ રકમ રૂ. ૧૦૦૨૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૩ કિં રૂ.૪૦૦૦ મળી કુલ કિં રૂ.૧૪૦૨૦ ના મુદ્દામાલ સાથે માળિયા મી પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક શખ્સ હુશૈનભાઈ કાસમભાઈ સંધવાણી રહે. માળીયા (મી) વાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,888

TRENDING NOW