મળતી માહિતી મુજબ નાના દહીસરા ગામે રહેતા અબ્દુલભાઇ હાજીભાઇ સુમરાની 18 વર્ષીય દીકરી અનીશાબેન છેલ્લા બે ત્રણ દીવસ થી ગુમ સુમ રહેતી હતી. તેના પરિવારજનો પુછપરછ કરતા તો જવાબ આપતી અને ઉદાસ જોવા મળી હતી. ગઈકાલે તા.08/06/2022 ના 04/40 ક્લાક પહેલા તેણે અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખા સાથે પોતાનો દુપટો બાંધી ગળાફાસો ખાધો હતો. પરિવારજનોને જ થતા તુરંત તેને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબીએ તેને મૃત જાહેર કરી હતી.આ ઘટનામાં માળીયા પોલીસે સી.આર.પી.સી.કલમ ૧૭૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.