Thursday, May 8, 2025

માળીયાના ખીરઇ ગામે જાહેરમાં જુગાર રમતા સાત પત્તા પ્રેમી પકડાયા

Advertisement
Advertisement
Advertisement

માળીયાના ખીરઇ ગામે જાહેરમાં જુગાર રમતા સાત પત્તા પ્રેમી પકડાયા

માળીયા : માળીયા તાલુકા પોલીસને બાતમી મળી હતી કે ખીરઇ ગામે તળાવના કાંઠે જાહેરમાં જુગારનો ખેલ ચાલી રહ્યો છે જેના પગલે માળીયાપોલીસ દ્વારા દરોડા પાડતા જુગાર રમતા સાત શખ્સોને પકડી લઈ રોકડા રૂપિયા 20,540 કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ માળીયા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન હોઈ ત્યારે બાતમી મળી હતી કે ખીરઇ ગામે તળાવના કાંઠે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે. આ બાતમીને પગલે પોલીસ ટીમે દરોડો પાડતા અકબરભાઇ હબીબભાઇ સામતાણી, રહે. ખીરઇ, નરેન્દ્રભાઇ અમૃતલાલ પાટડીયા, રહે.મોરબી લગધીરવાસ ચોક આર્ય સમાજ શેરી, રમજાનભાઇ રહેમાનભાઇ સામતાણી, રહે.મેઇન બજાર ખીરઇ, રશીકભાઇ શીવજીભાઇ તન્ના, રહે.ભવાની ચોકની પાછળ મહાલક્ષ્મી એપાટમેન્ટ મોરબી, કૌશીકભાઇ ચંદુભાઇ સોલંકી, રહે. ગ્રીન ચોક પારેખ શેરી મોરબી, આનદભાઇ કલ્પેશભાઇ ભટ્ટ, રહે.મોરબી પારેખ શેરી ગ્રીન ચોક મોરબી અને કાળુભાઇ ગંગારામભાઇ મોરતરીયા, રહે. જુના દેવળીયા તા.હળવદ વાળા જાહેરમાં તીનપતિનો જુગાર રમતા પકડાય ગયા છે

Related Articles

Total Website visit

1,502,799

TRENDING NOW