માળીયા તાલુકાના ખાખરેચી ગામની ફાટક પાસેથી માળીયા મિંયાણા પોલીસે ફન્ટી કારમાંથી વિદેશી દારૂ તથા બીયરના ટીનની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડીને 57 હજારનો દારૂ બીયરનો જથ્થો કબ્જે કર્યો હતો.
મળતી માહિતી મુજબ માળીયા મિંયાણા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગી બાતમીને આધારે દરોડો પાડીને ખાખરેચી ગામની રેલ્વે ફાટક પાસેથી GJ-03-DD-5846 નંબરની ફન્ટી કારમાંથી મેકડોવેલ્સ નંબર-1 ની 120 બોટલ (કીં.રૂ. 45,000) અને કિંગફિશર બિયરના 120 ટીન (કીં.રૂ. 12000) સાથે ઈમરાન કરીમભાઈ સંઘવાણી (ઉ.વ.28, રહે. હળવદ, હરિનગર સોસાયટી) ને ઝડપી પાડી દારૂ બીયરનો જથ્થો તેમજ કાર સહીત કુલ રૂ. 99,500 નો મુદામાલ કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.