Tuesday, March 10, 2026

માળીયા હાઇવે પર હરીપર અને સૂરજબારી પુલ વચ્ચેના રસ્તા પર અકસ્માત, અજાણ્યા યુવકનું મોત.

Advertisement
Advertisement
Advertisement

માળીયા હાઇવે પર હરીપર અને સૂરજબારી પુલ વચ્ચેના રસ્તા પર અકસ્માત, અજાણ્યા યુવકનું મોત.

માળીયા હાઇવે પર હરીપર અને સૂરજબારી પુલ ની વચ્ચેના રસ્તા પર દેવ સોલ્ટ કારખાના થી પહેલા અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવકનું મોત નિપજ્યું હતું. જે અંગે માળીયા(મી.) પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના હરીપર ગામે રહેતા સલીમભાઇ ફતેમામદભાઈ કટીયા (ઉ.વ.૨૦) એ આરોપી કોઈ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૭-૦૨-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે કોઇ અજાણ્યા વાહન ચાલક આરોપીએ પોતાના હવાલાવાળુ વાહન પુર ઝડપે અને બેદરકારીથી ચલાવી અજાણ્યા પુરૂષ ઉ.વ. આશરે ૩૫ થી ૪૦ વાળાને હડફેટે લઈ શરીરે ટારર ફેરવી દઈ છુંદી નાખી મોત નિપજાવી નાશી ગયો હતો. આ બનાવ અંગે સલીમભાઇ એ આરોપી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ માળિયા મી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ ૨૭૯,૩૦૪(આ), તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,245

TRENDING NOW