માળીયા (મીં.) : છેલ્લા આઠ વર્ષથી પાસા વોરંટના આરોપીને માળીયા પોલીસે શોધી કાઢીને રાજકોટ ખાતે જેલ હવાલે કર્યો હતો.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકની પાસા વોરંટને આરોપીઓને શોધી કાઢવાની સુચના અન્વયે માળીયા પોલીસે છેલ્લા આઠ વર્ષથી ફરાર આરોપી સુરેશ ઉદયસિંહ ડાભી (ઉં.વ. 33, રહે. સરાતરા, તા. હમીરગઢ, જી.બનાસકાંઠા) ને પોતાના વતનમાંથી શોધી કાઢી રાજકોટ જેલ ખાતે ધકેલી દઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.