માળીયા તાલુકાના ભાવ પર ગામે ભત્રીજાઓ એચ કાકાનો જીવ લીધો.
માળીયા તાલુકાના ભાવપર ગામે સિરામિકના ધંધામાં અંદરો અંદર ઝઘડતા ભત્રીજાઓને ઝઘડો નહિ કરવાનું કહેનાર કાકાને ભત્રીજા તેમજ ભત્રીજા વહુ સહિતના પાંચ લોકોએ ધોકા ફટકારી મોતને ઘાટ ઉતારી દેવાની સાથે બીજા કાકાને પણ મરણતોલ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
ત્યારે આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના ભાવપર ગામે રહેતા અને ટ્રક ડ્રાઇવિંગ કરતા ધીરુભાઈ નરસીભાઈ કાળુએ પોતાના સગા ભત્રીજા છગન બચુ કાળુ, કેશા બચુ કાળુ, ભરતભાઇ રામભાઈ, ભત્રીજા વહુ ગીતાબેન ભરતભાઇ તેમજ છગનના પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, થોડા સમય પહેલા તેમના ભત્રીજા મુકેશ પ્રભુભાઈ અને ભત્રીજા છગન તેમજ ભરત સાથે સિરામિકના ધંધા બાબતે ઝઘડો થયો હોય અંદરો અંદર ઝઘડો નહિ કરવા સમજાવ્યા હતા.વધુમાં આ બાબતે આરોપી ભત્રીજાઓને સારું નહિ લાગતા ગઈકાલે તેઓ ઘેર હતા ત્યારે આરોપી છગન બચુ કાળુ, કેશા બચુ કાળુ, ભરતભાઇ રામભાઈ, ભત્રીજા વહુ ગીતાબેન ભરતભાઇ તેમજ છગનના પત્ની ઘેર આવી અમારા ઝઘડામા વચ્ચે કેમ પડો છો કહી ઝઘડો કરવાનું શરૂ કરી લાકડાના ધોકા વડે માર મારવા લાગતા ફરિયાદી ધીરુભાઈના મોટાભાઈ બટુકભાઈ નરસીભાઈ કાળુ ઉ.45 વચ્ચે પડતા આરોપીઓએ તેમને પણ માથામાં ધોકો ફટકારી દેતા મૃત્યુ નીપજ્યું હતું.જે બાબતે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.