માળીયા તાલુકાના ખાખરેચી ગામે વરલી મટકા નો જુગાર રમતા બે ઝડપાયા.
માળીયા તાલુકાના ખાખરેચી ગામે વરલી મટકા નો જુગાર રમતા હોવાની બાતમીના આધારે એલસીબી ટીમે ત્યાં રેઇડ કરી હતી ત્યારે સ્થળ પરથી બે શખ્સો મડી આવ્યા હતા ત્યારે તેમને ઝડપી લઇ માળિયા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના ખાખરેચી ગામે વરલી મટકાનો જુગાર રમાતો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી આરોપી ભરત ઉર્ફે પકો નાનજીભાઈ સીસણોદા અને પિયુષ ઉર્ફે નાગરાજ લાલજીભાઈ વિઠ્ઠલાપરાને રોકડા રૂપિયા 15,200 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ માળીયા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.





