માળીયા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હોય કે માળીયાના રાસંગપર ગામના તળાવ પાસે તે ઈસમ દેશી દારૂની ભઠ્ઠી ચલાવી રહ્યો હોય ત્યારે આ હકીકત વાળી જગ્યાએ પોલીસ દ્વારા રેડ કરતા ત્યાં ઇસમ પતરાના ડબલા સાથે આંટાફેરા કરતો હોય ત્યારે પોલીસ દ્વારા તેને અટકાવી જગ્યાની તપાસ કરતા ત્યાંથી દેશી દારૂ બનાવવા માટેનો ગરમ આથો તથા ૧૦૦ લીટર જેટલો ઠંડો આથો, દેશી દારૂના કેરબામાં 4 લીટર જેટલો દારૂ, પછીના સાધનો, પાતળી નળી જેવા દેશી દારૂ બનાવવા માટેની વસ્તુઓ મળી આવી હતી
ત્યારે પોલીસ દ્વારા ભઠ્ઠી ચલાવતા મામદ ભાઈ ઉર્ફે મામદો રહીમભાઈ જામ માળિયા વાળાની અટક કરવામાં આવી હતી તેમજ ત્યાં હાજર તમામ દારૂ બનાવવાની વસ્તુઓને કબજે કરવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ પ્રોહી એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.