માળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું કોઈ અજાણ્યો ઇસમ અપહરણ કરી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે સગીરાના પિતાએ માળિયા (મિં) પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ માળિયાના ગ્રામ્ય પંથકમાંથી ગત તા.27 રાત્રિથી તા.28ના સવાર દરમિયાન કોઈ અજાણ્યો શખ્શ સગીરાનું અપહરણ કરીને લય ગયો હતો. આ અંગે સગીરાના પિતાએ માળિયા (મિં) પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે અપહરણ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.