માળિયા હાઇવે પર દેશી બનાવટની જામગરી બંદૂક સાથે એક ઝડપાયો.
મોરબી એસઓજી ટીમે બાતમીને આધારે માળીયા હાઇવે ઉપર હોટલ ગેલોપ્સ નજીકથી એક શખ્સને દેશી બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ અન્વયે માળીયા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
ત્યારે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમિયાન માળીયા હાઇવે ઉપર આવેલ ગેલોપ્સ હોટલ નજીકથી માળીયાના રહેવાસી આરોપી કાસમભાઈ ઉમરભાઈ જેડાને દેશી બનાવટની જામગરી બંદૂક કિંમત રૂપિયા 5 હજાર સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ માળીયા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો.





