સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના પીપળા ગામે રહેતા ગોપાલભાઈ સીધાભાઈ ગોલતર (ઉ.વ.૪૨) એ આરોપી મુસ્તાક અમીનભાઈ તથા અમીનભાઈ કરીમભાઈ લધાણી રહે. ચિખલી ગામ તા. માળિયા (મી)વાળા વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરીયાદી અને સાહેદ પાસેથી એક ગાય જીવ નંગ-૧ ની કિમત રૂપીયા ૫૦૦૦/- લેખે કુલ ગાય જીવ નંગ-૫૦ ની કુલ કિમત રુપીયા ૨,૫૦, ૦૦૦/-ની ચરાવવાનુ કહી રખેવાળ તરીકે રાખી ફરીયાદી અને સાહેદને વિશ્વાસમાં લઇ છેલ્લા દોઢ માસ પહેલાથી ફરીયાદી અને સાહેદને ગાયો બાબતે સરખો જવાબ નહી આપી ગાયો જંગલમાં જતી રહેલ છે તેમ જણાવી ફરીયાદી અને સાહેદ પોતાની ગાયો લેવા સારૂ જતા ગાયો પરત નહી આપી વિશ્વાસધાત કરી ગાયો ગૂમ કરી દિધી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.