માળિયા પોલીસ દ્વારા ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ યોજાયો
જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની છે.ટ્રાફિકના લીધે જનતા પણ ખૂબ પરેશાન છે. ત્યારે ટ્રાફિકની સમસ્યા ને દુર કરવા તેમજ લોકોમાં આ બાબતની જાગૃતતા આવે એ માટે માળિયા પોલીસ દ્વારા આજ રોજ “ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ” યોજવામાં આવ્યો હતો.

જનતા એ કઈ રીતે ટ્રાફિકના નિયમો નું પાલન કરવું જોઈ એ ઉપરાંત કઈ વિશેષ વસ્તુઓ નું ધ્યાન રાખવું જોઈ એ જેના થી આ ટ્રાફિક ની સમસ્યા થી છુટકારો મેળવી શકાય તે માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. લોકોને ટ્રાફિક તેમજ નિયમો થી માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત વાહન સુવ્યવસ્થિત તેમજ સલામતી થી ચલાવવા માટે અપીલ કરવામાં આવી હતી. ” ઝડપની મજા , મોતની સજા” નાં સ્લોગન સાથે લોકો ને જાગૃત કરવામાં આવ્યા હતા. નાના વાહનો થી લઇ મોટા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોની અવગત કરાવી અનિચ્છનીય બનાવોને અટકાવવા માટેના પ્રયાસો હાથ ધરાયા હતા. આ કાર્યક્રમમાં હેડ કોન્સ્ટેબલ એમ.એચ. સોલંકી ઉપરાંત હાઇવે ઓથોરિટીનાં ફૂલબાબુ સાહેબ તેમજ તેઓની ટીમ હાજર રહી હતી.
