માળિયા તાલુકાના માણાબા નજીક રેલવે ના પાટા પાસેથી રેલવે કર્મચારીનું બાઈક ચોરાયું.
માળિયા તાલુકાના માણાબા નજીક રેલવે ના પાટા પાસેથી રેલવે કર્મચારીનું બાઈક અજાણ્યો ઈસમ ઉપાડી ગયો હોઈ ત્યારે બાઈક ચોરતા ફરિયાદ નોંધાઇ છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના માણાબા નજીક રેલવેના પાટા પાસેથી રેલવે કર્મચારી રીંકલભાઈ મહેશભાઈ પ્રજાપતિ રહે.ખાખરેચી, રેલવે ક્વાર્ટર, મૂળ રહે.કઠવાળા દસક્રોઈ વાળાની માલિકીનું રૂપિયા 25 હજારની કિંમતનું સ્પેલેન્ડર મોટર સાયકલ અજાણ્યા ઈસમ ચોરી જતા માળીયા પોલીસે ઇ એફઆરઆઈના આધારે ફરિયાદ નોંધી હતી.





