Monday, March 9, 2026

મારેઅજય લોરિયા સાથે કોઈ આડા સબંધ નથી, મારો પતિ ખોટા આક્ષેપ કરે છે : શ્રદ્ધા રાજપરા

Advertisement
Advertisement
Advertisement

મારેઅજય લોરિયા સાથે કોઈ આડા સબંધ નથી, મારો પતિ ખોટા આક્ષેપ કરે છે : શ્રદ્ધા રાજપરા

મોરબી: શ્રધ્ધા રાજપરાએ એક વિડીયો દ્વારા જણાવાયું હતુ કે અજય લોરિયના પત્ની પાયલ મારા મિત્ર છે, અજયભાઈ સાથે ધંધાદારી સબંધ ઉપરાંત અમારા પારિવારિક સંબંધો છે. મારો પતિ 13 વર્ષથી કોઇ કામધંધો કરતો નથી. મારા બુટિકે આવીને પણ ધમાલ કરે છે. મારા પતિ દ્વારા કરવામાં આવેલા આ આક્ષેપો પાયાવિહોણા તેમજ માતા પતિએ મારા પુત્રને તેના ઘેરથી લઈ જવા મને બોલાવી અને પૂર્વ આયોજીત પ્લાન મુજબ મને હોકીએથી માર મારી જીવલેણ હુમલો કર્યો. જેની મે પોલિસ ફરીયાદ પણ નોંધાવી છે.

મારા પતિ દ્વારા એક વિડિયો વાઇરલ કરી મને હજુ બદનામ કરવામાં આવી રહી છે. અને મે અજય લોરિયાના કહેવાથી અન્ય બે વ્યકિતના નામ લખાવ્યાના મારા પર વાહિયાત આક્ષેપો કરવામાં આવ્યા છે. જે તદન પાયાવિહોણા છે, તેનેજ ત્રણ નામ આપી કબુલી લેવા મને મારી હતી. અને તેના પરિવારજનો જ મને હોસ્પિટલ લઈ ગયા હતા. તે હકીકત છે. મને મારા પતિએ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી છે ત્યારે હુ ખુબ ડરી ગઈ છું. મારી પુત્રીને પણ સ્કૂલે મુકવા જતી નથી. અંતમા તેમને જણાવ્યું હતું કે મારા પતિ દ્વારા મારા પર ચારિત્ર બાબતે કરવામાં આવેલ આક્ષેપો તદન જૂઠા છે. અને મારે કોઈની સાથે આડા સંબંધ નથી. કાયદો કાયદાનું કામ કરશે અને દુધનું દુધ અને પાણીનું પાણી થઇ જશે તેવો મને વિશ્વાસ છે.

શ્રદ્ધાબેન રાજપરા તેના ખોટા પતિને ઓળખી લેવા અને ભવિષ્યમાં આવા બનાવ તેમના પરિવારમાં ના બંને માટે આવા ખોટા માણસોને સહકાર ન આપવા પણ અપીલ કરી છે.

Related Articles

Total Website visit

1,595,153

TRENDING NOW