વાંકાનેર તાલુકાના માટેલ વીરપર રોડ આવેલ અરમાનો
સીરામીકના કારખાના પાછળ આવેલ આરોપીની વાડીમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર વાંકાનેર પોલીસે દરોડો પાડી દેશી દારૂ સહિતનો મુદામલ કબજે કર્યો હતો. આરોપી સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ માટેલ-વીરપર રોડ આવેલ અરમાનો સીરામીકના કારખાના પાછળ આરોપી રસીકભાઇ ગાંડુભાઇ રીબડીયા (રહે-વીરપર તા-વાંકાનેર) પોતાની વાડીમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવતો હોવાની બાતમી મળતા વાંકાનેર પોલીસ સ્ટાફ દોડી ગયો હતો. બાતમી સ્થળે દરોડો પાડી પોલીસે પીવાનો ગરમ દેસી દારૂ કિ.રૂ.૧૦૦/-પર લીટર તથા ઠંડો દેસી દારૂ લીટર-૨૫ (કી રૂ-૫૦૦) તથા ગરમ આથો લી-૧૦૦ (કિ.રૂ.૨૦૦) તથા ઠંડો આથો લીટર-૮૦૦ (કિ. રૂ.૧૬૦૦) ગણી તથા ભઠ્ઠી ગાળવાના સાધનો (કિ. રૂ.૨૦૦) મળી કુલ રૂ.૨૬૦૦ ના મુદામાલ કબજે કર્યો હતો. રેઇડ દરમિયાન આરોપી હાજર ન મળી આવતા નાશી છુટેલા શખ્સને ઝડપી લેવા વાંકાનેર તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.





