Tuesday, March 10, 2026

માટેલ ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખી રિક્ષાચાલકને બે શખ્સોએ માર માર્યો

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના માટેલ ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખી રીક્ષાચાલકને બે શખ્સોએ માર માર્યો હોવાની વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામે શીતળાધાર વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક દીપકભાઇ વાઘજીભાઇ છત્રોટીયાની પત્ની સાથે આગાઉ નજીકમાં જ રહેતા આરોપી શક્તિ ઉર્ફે સતિષ અશોકભાઈ ચૌહાણને ઝઘડો થયો હોય જેનું મનદુઃખ રાખી આરોપી અશોકભાઇ લાખાભાઇ ચૌહાણ સાથે મળી બન્ને શખ્સોએ દીપકભાઈને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ લોખંડના પાઇપ મારી જમણા પગમાં ફેક્ચર કરી નાખતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આ મામલે પોલીસે આઇપીસી ક.૩૨૫,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ જીપીએકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,233

TRENDING NOW