મહેન્દ્રનગર નજીક દેશી બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો.
મોરબી સિટી બી ડિવિઝન પોલીસે મોરબી મળીયા હાઇવે પર મહેન્દ્રનગર ગામના પાટિયા નજીક થી એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ મડી આવી હતી. ત્યારે આર્મ્સ એકટ અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મોરબી-માળીયા હાઇવે ઉપર મહેન્દ્રનગર ગામના પાટીયા નજીક શીવ કોમ્પ્લેક્ષ સામે રોડ ઉપર શંકાસ્પદ હિલચાલ કરી રહેલા આરોપી કુલદિપસિંહ કિશોરસિંહ જાડેજા, રહે. વાધરવા તા.માળીયા વાળાને ઝડપી લઈ અંગ જડતી કરતા આરોપીના કબ્જામાથી રૂપિયા 10 હજારની કિંમતની દેશી બનાવટની પિસ્તોલ મળી આવતા પોલીસે આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.