Friday, May 2, 2025

મહાવીર જયંતિ ( ચૈત્ર શુક્લ તેરસ)

Advertisement
Advertisement
Advertisement

મહાવીર જયંતિ ( ચૈત્ર શુક્લ તેરસ)

મહાવીર જયંતિ નો ઉત્સવ જૈન મતના ચોવીસમાં તથા અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરના જન્મના ઉપલક્ષ્યમાં તેમના પ્રતિ શ્રદ્ધાપૂર્વક તેમની પ્રતિમાઓના અભિષેક, પ્રાર્થના અને ધ્યાન ધરીને ચૈત્ર શુક્લ પક્ષની તેરસના રોજ મનાવવામાં આવે છે, જે સામાન્ય રીતે ગ્રેગોરીયન કેલેન્ડરના માર્ચ અથવા એપ્રિલમાં આવે છે.

મહાવીર નું બાળપણ નું નામ વર્ધમાન હતું અને તેને જૈન સંપ્રદાયના સ્થાપક માનવામાં આવે છે. ભારતીય ધાર્મિક અને આધ્યાત્મિક પરંપરા ના ઇતિહાસમાં તેઓનો આવિર્ભાવ મહત્વપૂર્ણ છે. તેઓએ લોકોને આત્મા દ્વારા અનુશાસિત નૈતિક આચરણને અપનાવી આત્માને મુક્તિ પ્રાપ્ત કરવાનો સરળ, લઘુ તથા અનુકૂળ માર્ગ પ્રદાન કર્યો.
તેઓનો જન્મ ચૈત્ર શુક્લ પક્ષની તેરસના દિવસે વર્તમાન પટણા શહેરથી થોડે દૂર આવેલ વૈશાલી બિહારમાં રાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલા ને ત્યાં થયો હતો. તેમના માતા-પિતાએ તેમનું નામ સિદ્ધાર્થ રાખ્યું.
જૈન સંપ્રદાયના શ્વેતાંબર પંથ મુજબ વર્ધમાનની માતાજીને 14 સપના આવ્યા હતા જ્યોતિષીએ જ્યારે આ સપનાઓની વ્યાખ્યા કરી ત્યારે ભવિષ્ય વાણી તરીકે આ બાળક કાં તો સમ્રાટ થશે કાં તિર્થંકર. જ્યોતિષીઓની ભવિષ્યવાણી સાચી પડી અને બાદમાં જૈન સંપ્રદાયના 24માં તીર્થંકર બન્યા
જૈન સંપ્રદાયમાં 24 તીર્થંકર થયા જેમાં પ્રથમ તીર્થંકર ઋષભદેવ હતા અને અંતિમ મહાવીર હતા.
જૈન ધર્મના 24 તીર્થંકરોના નામ
શ્રી ઋષભદેવ સ્વામી, શ્રી અજીતનાથ સ્વામી, શ્રી સંભવનાથ સ્વામી, શ્રી અભિનંદન સ્વામી, શ્રી સુમતીનાથ સ્વામી, શ્રી પદ્મપ્રભુ સ્વામી, શ્રી સુપાર્શ્વનાથ સ્વામી, શ્રી ચંદ્રપ્રભુ સ્વામી, શ્રી સુવિધિનાથ સ્વામી, શ્રી શીતલનાથ સ્વામી, શ્રી શ્રેયાંશનાથ સ્વામી, શ્રી વાસુપૂજ્ય સ્વામી, શ્રી વિમલનાથ સ્વામી, શ્રી અનંતનાથ સ્વામી, શ્રી ધર્મનાથ સ્વામી, શ્રી શાંતિનાથ સ્વામી, શ્રી કુંથુંનાથ સ્વામી, શ્રી અરનાથ સ્વામી, શ્રી મલ્લિનાથ સ્વામી, શ્રી મુનીસુવ્રત સ્વામી, શ્રી નેમિનાથ સ્વામી, શ્રી નેમનાથ સ્વામી, શ્રી પાર્શ્વનાથ સ્વામી, શ્રી વર્ધમાન મહાવીર સ્વામી
જૈન સંપ્રદાયના દર્શનને અંતિમ ઓપચારિક સ્વરૂપ તીર્થંકર વર્ધમાન મહાવીર એ આપેલ હતું
મહત્વપૂર્ણ મુદ્દા
ભગવાન મહાવીરજીની પ્રસિદ્ધ વાતો
👉 એક લાખ શત્રુઓને જીતવાની તુલનામાં સ્વયં ઉપર વિજય પ્રાપ્ત કરવો શ્રેયકર છે.
👉 તમારી આત્માની બહાર કોઈ શત્રુ નથી અસલી દુશ્મન આપણી અંદર રહે છે એ ક્રોધ, અહમ, લાલચ, મોહ અને ધ્રુણા છે.
👉 બધા પ્રાણીઓનું સન્માન અહિંસા છે.
👉 બધા પ્રાણીઓ પ્રતિ કરુણા રાખવી તૃણા વિનાશ તરફ લઈ જાય છે.
👉 જો તમારે જરૂરી ન હોય તો જમા ન કરવું તમારા હાથમાં રહેલો વધારાનું દાન સમાજ માટે છે, અને આપ તેના રખેવાળ છો.
👉 પોતે જીવો અને બીજાને જીવવા દો, કોઈને આઘાત ન પહોંચાડો, જીવન સર્વ જીવંત પ્રાણીઓને પ્રિય છે.
👉 બીજા માટે એ જ કરો જે તમે પોતાના માટે કરવા ઈચ્છો છો કોઈપણ પશુ કે માનવ ઉપર કરાયેલ આઘાત કે કોઈપણ સ્વરૂપમાં કોઈપણ જીવ પ્રત્યે આપણા દ્વારા કરાયેલ હિંસા એટલી જ હાનિકારક છે જેટલી તમારા પોતાના માટે.
👉 માત્ર એ જ વિજ્ઞાન મહાન અને સર્વ વિજ્ઞાનોમાં બધાથી શ્રેષ્ઠ છે જેનું અધ્યયન મનુષ્યને સર્વ પ્રકારના દુખોથી મુક્ત કરે છે.
👉 જો પૃથ્વી, વાયુ, અગ્નિ, પાણી અને વનસ્પતિના અસ્તિત્વની ઉપેક્ષા કરે છે એ પોતાના અસ્તિત્વનો અસ્વીકાર કરે છે જે તેની સાથે જોડાયેલ છે.
👉 ક્રોધ, વધુ ક્રોધને જન્મ આપે છે ક્ષમા અને પ્રેમ વધારે ક્ષમા અને પ્રેમના કારણ બને છે.
👉 જેની મદદથી આપણે સત્યને જાણી શકીએ છીએ, બેચેન મનને નિયંત્રિત કરી શકીએ છીએ અને આત્માને શુદ્ધ કરી શકીએ છીએ તેને જ્ઞાન કહેવાય છે.
👉 બધા જ્ઞાનનો સાર હિંસા નહીં કરવામાં છે. અહિંસાનો સિદ્ધાંત સમાનતાના પાલનથી વિશેષ કશું નથી, અર્થાત એવી સમજણ કે જે પ્રકારે મને દુઃખ પસંદ નથી, એ જ પ્રકારે બીજાને પણ આ પસંદ નથી.
👉 મૃત્યુથી વધુ ભયભીત કરવાવાળી બાબત અન્ય કોઈ નથી અને જન્મથી વધુ ભયાવહ કોઈ દુ:ખ નથી.  શરીરનાં મોહને દૂર કરી જન્મ અને મૃત્યુ બન્ને ના ભયથી મુકત રહેવું
👉 લાલચ વગરનો વ્યકત ભલે મુકુટ પહેરતો હોય, પાપ નથી કરી શકતો
👉 જો તમે લાભ પ્રાપ્ત કરો છો તો ગર્વ ન કરો, અને ત્યારે દુ:ખી પણ ન થાવ જયારે કોઈ નુકશાન થાય.
👉 જે પ્રકારે હજારો નદીઓ દવારા સાગર ભરી નથી શકાતો, તે જ પ્રમાણે કોઈ પણ જીવ એવો નથી જે દુનિયાનું બધુ જ ધન મેળવી ને પણ સંતુષ્ઠ હોય.
👉 દરેક પ્રાણી ને ચોટ ન પહોંચાડવી એ જ એકમાત્ર ધર્મ છે.  સુખ અને દુ:ખમાં, આનંદ અને પરેશાનીમાં, આપણે બધા પ્રાણીઓનું સન્માન કરવું જોઈએ જેવું આપણે આપણી પોતાની સાથે કરીએ છીએ, અને એટલા માટે આપણે બીજા ને આધાત પહોંચાડવાથી બચવું જોઈએ .  જેવી રીતે આપણા પોતાના ઉપર આઘાત પહોંચાડવો આપણને અનિચ્છનિય લાગે છે.
👉 કર્મ મોહ થી ઉત્પન્ન થાય છે.
👉 કર્મ એ જન્મ-મરણનું મૂળ કારણ છે, અને તેને દુ:ખોનો સ્ત્રોત કહેવાય છે.  પોતાના ભૂતકાળના કર્મોના પ્રભાવથી કોઈ બચી શકતું નથી.
પ્રારંભીક જીવન :-
મહાવીર બાળપણથી એક રાજકુમાર સ્વરૂપે રહેતા હતા.  પોતાના શરૂઆતના વર્ષોમાં તેઓએ જૈન ધર્મ ની મૂળ માન્યતાઓમાં ઉંડો રસ વિકસીત કર્યો અને ધ્યાન ધરવાનું શરૂ કર્યું.  ૩૦ વર્ષની ઉંમરમા, તેઓએ સત્યની ખોજ માટે સિંહાસન અને પોતાના પરિવાર નો ત્યાગ કરી દીધો.  ૧ર વર્ષ તપસ્વીના રૂપમાં પસાર કર્યા.  તેઓએ પોતાનો મોટા ભાગનો સમય ધ્યાન કરવામાં અને લોકોની વચ્ચે અહિંસાનો પ્રચાર કરવામાં વિતાવ્યો અને સર્વે પ્રાણીઓ પરત્વે અત્યંત શ્રધ્ધા દર્શાવી.  મહાવીર એ એક અત્યંત તપસ્વી જીવન પસંદ કર્યું.  તપસ્યા કરવાની સાથે પોતાની ઈન્દ્રીયો પર નિયંત્રણ પ્રાપ્ત કર્યું.  ઈન્દ્રીયો ને નિયંત્રીત કરવાની તેમનું સાહસ અને અનુસરવા યોગ્ય કાર્ય એ તેમને મહાવીર નામ આપ્યુ, અને તેઓએ પોતાનું બાકીનું જીવન આધ્યાત્મિક સ્વંતત્રના સત્યનો પ્રચાર કરવામાં સમર્પિત કરી દીધુ.  આ પ્રકારે મહાવીર જયંતી તેઓના ઉપદેશ અને જૈન દર્શનના સ્મરણ હેતું પ્રતિવર્ષ મનાવવામાં આવે છે.

મહાવીર જયંતિ કેવી રીતે મનાવાય છે ?
મહાવીર જયંતિ જૈન સમુદાય માટે એક બહુ પવિત્ર અને શુભ અવસર છે.  આ દિવસે ભકતો મંદિર માં જાય છે અને મહાવીરની મૂર્તને સ્નાન કરાવાય છે જેને ”અભિષેક” ના નામે ઓળખવામાં આવે છે.  ભગવાન મહાવીર ની જયંતિ પ્રસંગે મંદિરોને ભવ્ય રૂપથી ઝંડાઓથી સજાવાય છે.  પ્રતિમાઓના જપ કરતી વખતે લાખો ભકતો દવારા અનુષ્ઠાનની સાથે રાજસ્વી રથયાત્રા પણ કાઢવામાં આવે છે.  આ વિશેષ દિવસે પરંપરાગત વાનગીઓ તૈયાર કરવામાં આવે છે અને ગરીબોને ભીક્ષા આપવામાં આવે છે.
મહાવીર જયંતિ નિમિતે આધ્યાત્મિક સ્વતંત્રતા અને સદાચાર ના દર્શન ના ઉપદેશ દેવા માટે મંદિરો માં પ્રવચનનું આયોજન કરવામાં આવે છે.  મહાવીર ના જીવનના મહત્વપૂર્ણ અંશો નું વાંચન ભકતો માટે કરવામાં આવે છે, જેમાં જૈન તિર્થકરોના જીવન અંશો પણ સામેલ હોય છે.  જૈન સંપ્રદાયના ભકત અને અનુયાયીઓ ભગવાન મહાવીર ના મહાન ઉપદેશો અને જીવનને રાહત પહોંચાડતા ભગવાન મહાવીરના સંદેશ મોકલે છે.   વિજ્ઞાન ના પ્રચાર-પ્રસાર સાથે હવે મહાવીર જયંતીની શુભકામનાઓ, ઈ-કાર્ડ, અને મહાવીર જયંતી એસ.એમ.એસ. ના માધ્યમથી મિત્રો અને પરિવારજનો ને શુભકામનાઓ પાઠવવામાં આવે છે.
શિષ્ય :-
જૈન ગ્રંથોમાં કહેવામાં આવેલ છે કે મહાવીરના પહેલા શિષ્ઠ અગ્યાર બ્રાહમણ હતા, જેને પરંપરાગત અગ્યાર ગણધર ના રૂપમાં ઓળખવામાં આવે છે.  ઈન્દ્રભૂતિ ગેોતમ તેમના મુખિયા હતા.  મહાવીર ના ઉપદેશોને ગણધરોએ મેોખિકરૂપે યાદ રાખ્યા અને તેમના મૃત્યુ બાદ તેને પ્રસારીત કર્યા.  તેમના ઉપદેશોને જૈન આગમો ના રૂપમાં ઓળખવામાં આવે છે.
જૈન પરંપરા અનુસાર, મહાવીર ની પાસે ૧૪૦૦૦ મુનિ (પુરૂષ તપસ્વી ભકત), ૩૬૦૦૦ આર્યિકા (તપસ્વીનીઓ), ૧,પ૯,૦૦૦ શ્રાવકશાહિ અનુયાયીઓ માં મગધના રાજા સેનિકા, અંગ ના કુનિકા(બિંબિસાર ના નામે પ્રસિધ્ધ) અને વિદેહના ચેતક સામેલ હતા.  મહાવીર એ મહાવિદ્યાઓ(પાંચ પ્રતિમાઓ) ની સાથે પોતાના ભિક્ષુઓ ને દિક્ષા દિધી.  તેઓએ પંચાવન પ્રવચન(પાઠ) અને વ્યાખ્યાનો એક સંચય(ઉતરાયણ-સૂત્ર) આપ્યો.
ઉપદેશો :-

  • અહિંસા – કોઈપણ જીવંત પ્રાણીને નુકશાન  ન પહોંચાડવું.
  • સત્ય – માત્ર હાનિરહિત સત્ય બોલવું.
  • અસ્તેય – કાઈ પણ નહીં લેવા માટે યોગ્ય રીતે નથી આવ્યુ.  
  • બ્રહમચર્ય (શુધ્ધતા ) – કામૂક આનંદ ન લેવો.
  • અપરિગ્રહ – લોકો, સ્થાન અને ભેોતિક ચિજવસ્તુઓથી પૂર્ણ રીતે અલગ થવું.
    દર્શન :-
    ભારતમાં દાર્શનિક પરંપરા પર મહાવીર નો વ્યાપક પ્રભાવ હતો.  આમ તો તેના દાર્શનિક ઉપદેશો અનેક છે, પરંતુ એમાંથી બે ભારતીય દાર્શનીક પરંપરામાં મહત્વપૂર્ણ રહયા છે.
  • અનેકાંતવાદ :- એ ઉપદેશ છે કે વાસ્તવિકતા ને કેટલાય દ્રષ્ટીકોણથી જોઈ શકાય છે, અને કોઈપણ દ્રશ્ય અંતિમ સત્ય ન હોય શકે.  વિચારો અને સત્યની અનેકવિધતાના આ વિચાર ને કેટલાય લોકો દવારા અપનાવાયો છે.
  • સ્યાદવાદ :- એ ભવિષ્યવાણી કરે છે કે બધા નિર્ણય માત્ર અમૂક સ્થિતિઓમાં સારા હોય છે બધામા નહી.
    મહાવીરે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા નામના ચાર તીર્થોની સ્થાપના કરી એટલા માટે તે તિર્થકર કહેવાયા.  જૈન પરંપરામાં તિર્થનો મતલબ તીર્થોથી નથી પરંતુ અહિંસા, સત્ય, બીજાને સહાયતાની સાધના થકી પોતાના આત્માને જ તિર્થ બનાવવાથી છે.  તેઓએ પોતાના ઉપદેશોના માધ્યમથી પવિત્રતાના ગુણોના પ્રદર્શન અને ચેતનાને જાગૃત કરવાની પણ શિક્ષા આપી, જેથી વસ્તુઓ મેળવવા હેતું તેના પ્રતિ જે ઈચ્છાઓ તેનો અંત આવી શકે અને એક સંયમિત અને સૂચિતાપૂર્ણ સમાજનું નિર્માણ થઈ શકે.  

પંકજભાઈ રાવલ
પ્રચાર પ્રમુખ
સૌરાષ્ટ્ર પ્રાંત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
મો, નં.૭૦૮૩૭ ૧૧૯૪૯

Related Articles

Total Website visit

1,502,702

TRENDING NOW