Thursday, August 20, 2026

ભારતીય વિચારમંચ મોરબી દ્વારા રામાયણ અને મહાભારતના જીવનોપયોગી પાઠ વિષય પર એક જાહેર વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

ભારતીય વિચારમંચ મોરબી દ્વારા રામાયણ અને મહાભારતના જીવનોપયોગી પાઠ વિષય પર એક જાહેર વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન

મોરબી: आ नो भद्रा: क्रतवो यन्तु विश्वतः ના વિચારને કેન્દ્રસ્થાને રાખી વિવિધતા અને વિશિષ્ટતાસભર કાર્યક્રમો અને આયામોના માધ્યમથી ભારતીય વિચાર તત્વને વિકસિત અને વિસ્તરીત કરવાના ધ્યેયથી કાર્યરત ભારતીય વિચાર મંચ- મોરબી દ્વારા વર્તમાન સમયમાં રામાયણ અને મહાભારતના જીવનોપયોગી પાઠ વિષય પર એક જાહેર વ્યાખ્યાનનો કાર્યક્રમ રાખેલ છે. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે સુપ્રસિદ્ધ લેખિકા અને વક્તા સુશ્રી અમીબેન ગણાત્રા ઉપસ્થિત રહેવાના છે. અમીબેન IIM અમદાવાદમાં અભ્યાસ કરી વિશ્વની નામાંકિત સંસ્થાઓમાં કાર્ય કરી આ જ વિષય પર બેસ્ટસેલર પુસ્તકો લખી ચુક્યા છે તથા સમગ્ર દેશમાં આ વિષય પર અનેક કાર્યક્રમો પણ કરી ચુક્યા છે.

આ કાર્યક્રમ આગામી તારીખ 10 મી ડિસેમ્બર શનિવારે સંસ્કાર ઈમેજીંગ સેન્ટર હોલ ,પહેલો માળ જી.આઈ.ડી.સી. સનાળા રોડ, મોરબી. ખાતે સાંજે 6 થી 8 દરમિયાન યોજાશે. કાર્યક્રમનો લાભ લેવા મોરબીના પ્રબુદ્ધજનોને તથા યુવાન ભાઈઓ તથા બહેનોને ભારતીય વિચાર મંચ મોરબીના સંયોજક રવીન્દ્રભાઈ ત્રિવેદી તથા સહ સંયોજક ચિરાગભાઈ આદ્રોજાએ અપીલ કરી છે.

Related Articles

Total Website visit

1,626,154

TRENDING NOW