મોરબી તાલુકાના ભરતનગર ગામના પાટિયા નજીક ઈંગ્લીશ દારૂની ૧૫૬ બોટલ ઝડપાય આરોપી સ્થળ પરથી નાશી છુટતા મોરબી તાલુકા પોલીસે આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ભરતનગર ગામના પાટિયા નજીકથી ટોયોટો ઈનોવા કાર રજી નં- GJ-05-CJ-7448 (કિં.રૂ. ૩,૦૦,૦૦૦) વાળીમા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૫૬ (કિં.રૂ. ૫૮,૫૦૦) મળી કુલ રૂ,૩,૫૮,૦૦૦ ના મુદ્દામાલ જપ્ત કરી આરોપી મહેન્દ્રભાઈ મનજીભાઈ સાલાણી, સુરેશભાઇ નથુભાઈ સાલાણી (રહે. ભચાઉ. જી. કચ્છ) સ્થળ પરથી નાશી છુટતા આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી તેને ઝડપી પાડવા મોરબી તાલુકા પોલીસે તજવીજ હાથ ધરી છે.