ભચાઉ તાલુકાના વાઢિયા ગામ મા આવેલા મંદિર આજ થી ભુતેશ્ર્વર મંદિરએ રામ કથા નો પ્રારંભ

કથામાં પધારેલા સાધુ સંતો અને ભાવિક ભક્તો નું ફૂલ અને શાલ દ્વારા સન્માન કરવામાં આવેલ હતું. કથાનું શુભ સ્થળ-ગામ વાંઢિયા ભુતેશ્વર મહાદેવ મંદિર,જંગી રોડ ,તાલુકો:-ભચાઉ કચ્છ.આ કથા નવ દિવસ સુધી ચાલનાર શ્રી રામ કથામાં ગામ લોકો અને ભાવિક ભક્તો મોટી સંખ્યામાં લાભલેનાર છે. રીપોર્ટ – મહેશ રાજગોર

ભચાઉ તાલુકા ના વાંઢિયા ગામ માં પૌરાણીક ભુતેશ્વર મહાદેવ મંદિર ના નવ નિર્માણ હેતુ શ્રી રામ કથા નો પ્રારંભ કરવામાં આવ્યો છે,આજ રોજ ચેત્ર વદ તેરસ ને સોમવાર ૧૮/૦૪/૨૦૨૨ ના રોજ કથાનો શુભારંભ કરવામાં આવ્યો,કથાના પાવન પ્રસંગોની વાત કરીએ તો આજે સવારે ૯:૦૦ કલાકે પોથી યાત્રા કલ્યાણેશ્વર મહાદેવ મંદિર થી રામ મંદિર થી ભુતેશ્વર મહાદેવ મંદિર અને ત્યાર બાદ પોથીજી ને કથા મંડપમાં વ્યાસ પીઠ પર પધરાવી શાસ્ત્રોક્ત પૂજા પાઠ કરવામાં આવી હતી,આ કથાના વ્યાસ પીઠે વકતાશ્રી ચારણ મહાત્મા પરમ પૂજ્ય પાલુ ભગત-કાળીપાટ વાળા પોતાની રસમય શૈલીમાં કથાની રસપાન કરવી રહ્યા છે,આ રામકથાનો સમય સવાર ના ૯ વાગ્યા થી ૧૨ અને સાંજે ૩ થી ૬ વાગ્યા સુધી ચાલશે.આ રામકથા ની શુભ શરૂઆત દિપ પ્રાગટય થી કરવામાં આવી હતી,દિપ પ્રાગટય પરમ પૂજ્ય યોગી શ્રી દેવનાથ બાપુ એકલધામ ભરૂડિયા તેમજ વાંઢિયા ઠાકોર સાહેબ શ્રી કૃષ્ણદેવસિંહ જાડેજા(સરપંચશ્રી) કનુભાઈ ઉપાધ્યાય,કરણભાઈ દેવડા,ગણેશભાઈ જોશરફાળ, વિશનભાઈ મઢવી,અને ભુતેશ્વર સેવા સમિતિ ના વરદ હસ્તે કરેલ,આ રામ કથામાં ગ્રામ જનોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.
