માળિયા (મિં): ભંગારની લે-વેચ કરતા ચાલબાજે કારમાં ખાનુ બનાવી ઇગ્લીંશ દારૂનો જથ્થો સંતાડી હેરાફેરી કરતો હતો. પોલીસે કચ્છ-માળિયા નેશનલ હાઇવે પરથી બે ઇસમોને માળિયા (મિં) પોલીસે ઝડપી પાડ્યા છે.
સર્વેલન્સ સ્ટાફના તથા બીટ-ઓ.પી ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન પો.હેડ.કોન્સ ક્રિપાલસિંડ ચાવડા તથા આશિષભાઇ ડાંગરને મળેલ બાતમી આધારે માળીયા (મિં) આરામ હોટલ સામે કચ્છથી માળીયા તરફ આવતા નેશનલ હાઇવે રોડ પર મારુતી ઇકો કારમા ખાનુ બનાવી ઇગ્લીશ દારૂનો જથ્થો સંતાડી હેરાફેરી કરતા આરોપીઓ (ઇમરાનભાઇ કાળુભાઇ દીવાન ધંધો ભંગાર લે-વેચ (રહે ભગવતીપરા શેરી નં-૪ રાજકોટ), ઇમરાનશા કાસમશા દીવાન ધંધો ટ્રક ડ્રાઇવીંગ (રહે બજાના તા-પાટડી)ને ઇગ્લીશ દારૂના જથ્થા સાથે પકડી પાડ્યા હતા.
પોલીસે ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની મેકડોવેલ્સ નં-૧ સુપીરીયર વ્હીસ્કી ફોર સેલ ઇન, હરીયાણા ઓલી લખેલ કાચની કંપની શીલપેક ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૮૪ (કિં રૂ.૩૧,૫૦૦), મારૂતી ઇકો કાર નં-GJ-03-6-5080 (કિ.રૂ.૨,૦૦,૦૦૦) તથા મોબાઈલ મળી કુલ રૂ.૨,૩૨,૦૦૦ નો મુદામાલ કબ્જે કર્યો છે. બન્ને વિરૂધ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.
