Wednesday, May 14, 2025

બોળા હનુમાન મંદિર ખાતે માળિયા (મિં) ભાજપ દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના મહેન્દ્રનગર (ફગસિયા) ગામે પાસે આવેલ બોળા હનુમાન મંદિર ખાતે માળિયા (મિં) ભાજપ દ્વારા નવા વર્ષ પ્રારંભ નિમિત્તે સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્નેહ મિલન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યકક્ષા મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા, જેસંગભાઈ હુંબલ, રણછોડભાઈ દલવાડી, કૃભકોના ડાયરેક્ટર મગનભાઈ વડાવીયા, માળિયા તાલુકા ભાજપ પ્રભારી સુભાષભાઈ પડસુંબિયા, મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જીજ્ઞેશભાઈ કૈલા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, માળિયા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઇ રાઠોડ, ઉપપ્રમુખ સવજીભાઈ કારોલિયા, કારોબારી અધ્યક્ષ નિર્મળસિંહ જાડેજા, માળિયા તાલુકા ભાજપના મહામંત્રી અરજણભાઈ હુંબલ, મનીષભાઈ કાંજીયા, મનહરભાઈ બાવરવા ડિરેક્ટર મોર્કેટિંગ યાર્ડ તથા માળિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નારણભાઇ સોઢિયા, મોરબી જિલ્લા પંચાયતના ક્રોપ સભ્ય કેતનભાઈ વિડજા, અમૃતલાલ વિડજા મોરબી જીલ્લા સંયોજક તથા માળિયા તાલુકાના લક્ષ્મીવાસ ગામના યુવા સરપંચ જયદીપ ભાઈ સંઘાણી, માળિયા તાલુકા યુવા ભાજપ પ્રમુખ હિતેશભાઈ દસાડીયા, આઈ ટી સેલ ઇન્ચાર્જ વિજયભાઈ ગજીયા, સહિત તાલુકાના ચૂંટાયેલા સદસ્યો તથા ભાજપના હોદ્દેદારો તથા અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમામ અગ્રણીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત ભાજપ સંગઠનને વધુને વધુ મજબૂત બનાવવાની દિશામાં ચર્ચા કરવામાં આવી હતી તથા પેઈજ પ્રમુખની સમિતિ રચવાની સલાહ પણ અપાઈ હતી. સૌ કાર્યકર્તા સાથે મળીને માળિયા તાલુકા સાંગઠનને વધુ મજબૂત બનાવે એવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

Related Articles

Total Website visit

1,504,000

TRENDING NOW