Tuesday, March 10, 2026

બેલા (રંગપર) ગામે એકસીસ બેંકના એટીએમમા ચોરીનો પ્રયાસ કરનાર ત્રીપુટી ઝડપાઈ

Advertisement
Advertisement
Advertisement

બેલા (રંગપર) ગામે એકસીસ બેંકના એટીએમમા ચોરીનો પ્રયાસ કરનાર ત્રીપુટી ઝડપાઈ

મોરબી: મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામે એકસીસ બેંકના એ.ટી.એમ. માં ચોરી કરવાની કોશિષ કરનાર ત્રિપુટીને મોરબી તાલુકા પોલીસે પકડી પાડી છે.

ગઇકાલ તા.૨૩/૦૯/૨૦૨૨ ના રોજ રાત્રીના મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામે આવેલ એકસીસ બેંકના એ.ટી.એમ. તોડી ચોરી કરવાની કોશિષ થયેલ જે અંગેનો ગુન્હો દાખલ થયેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સદરહું ગુન્હો શોધી કાઢવા અધિકારી તથા સર્વેલન્સ સ્ટાફનાએ સી.સી.ટી.વી. કેમેરા તથા હ્યુમન સોર્સીસ મારફતે પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલને મળેલ ખાનગી રાહે બાતમીના આધારે.

આજરોજ મોરબી તાલુકાના રંગપર-બેલા રોડ ઉપરથી ચોરીની કોશિષ કરનાર આરોપી રાજીવ કુમાર બોટીરામ ભગત (ઉ.વ.૩૨), સુરજકુમાર સુખદેવરાજ ભગત (ઉવ.૨૩) હરપ્રિતસિંગ સુખદેવસિંગ કાહલોન (ઉ.વ.૨૬) મુળ રહેવાસી ત્રણે પંજાબના અને ત્રણેય હાલ રહે. સિયારામ ગ્રેનીટો સિરામીક, રંગપર ગામની સીમ, તા.જી. મોરબી વાળી ત્રિપુટીને પકડી પાડી સઘન પુછપરછ કરતા ગુન્હાની કબુલાત આપતા ગુન્હામાં વપરાયેલ લોખંડના ટામી જેવા એકબાજુ અણીદાર સળીયા તથા એક હિરો કંપનીનુ સ્પ્લેન્ડર -Smart મોટર સાયકલ રજીસ્ટર નંબર GJ-36-D-5630 કિ.રૂ. ૧૫,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Related Articles

Total Website visit

1,595,277

TRENDING NOW