ઓખામંડળના બેટ દ્વારકામાં દર્શનાર્થે આવેલા રાજકોટના પરિવારનો ત્રણ વર્ષનો પુત્ર ભીડમાં છૂટો પડી ગયા પછી પોલીસે ગણતરીની કલાકોમાં આ બાળકને શોધી તેના પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા યાત્રાધામ બેટ દ્વારકામાં તાજેતરમાં રાજકોટથી દર્શનાર્થે આવેલા એક પરિવારનો ત્રણ વર્ષનો પુત્ર ભીડમાં વિખૂટો પડ્યા પછી ખોવાઈ ગયો હતો.
આ તરૂણને તેના પરિવારે શોધ્યા પછી પણ પત્તો નહીં લાગતા બેટ દ્વારકા પોલીસને જાણ કરાતા તેમણે થોડા જ સમયમાં ખોવાઈ ગયેલા પુત્રને શોધી પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો.
આ ઉપરાંત અન્ય એક બાળકને પણ શોધી કાઢવામાં આવ્યો હતો અને દર્શનાથ્ર્ે આવેલા અન્ય બે વ્યક્તિના ગુમ થઈ ગયેલા મોબાઈલો પણ શોધી કાઢી મૂળ માલિકને બેટ દ્વારકા પોલીસ દ્વારા પરત કરાયા હતા.





