મોરબીના કંડલા બાયપાસ ઉપર હીના પેટ્રોલપંપના મેનજર લખારામ મોતીલાલ પંચાલે ટ્રક ડમ્પર નંબર જીજે – 36 – વી – 9969 વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.10 જુલાઈના રોજ ઉપરોક્ત નંબરના ડમ્પર ચાલકે પુરઝડપે પોતાનું ડમ્પર ચલાવી અચાનક કાવું મારતા ડમ્પર પલ્ટી મારી પેટ્રોલપંપની દીવાલ સાથે અથડાતા દીવાલ પડી ગઈ હતી તેમજ હવા ભરવાના કમ્પ્રેસર મશીનમા નુકશાન પહોંચ્યું હતું. આ અકસ્માત સર્જી ડમ્પર ચાલક ડમ્પર રેઢું મૂકી નાસી જતા પોલીસે ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.





