Tuesday, March 10, 2026

બાગાયત ખેડૂતો સરકારની સહાયલક્ષી યોજનાનો લાભ લેવા 15મે સુધી I-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી: સરકારના બાગાયત ખાતાની જુદી-જુદી સહાયલક્ષી યોજનાઓ જેવીકે ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા, અર્ધપાકા મંડપ, પાકા મંડપ,તથા કાચા મંડપ,પ્લાસ્ટીક મલ્ચીંગ, પાવર ટીલર, છુટા ફુલો, ટીસ્યુ કેળ, પપૈયા,ફળપાક વાવેતર, ટીસ્યુકલ્ચર ખારેક વાવેતર, ઔષધીય સુગંધીત પાકોના વાવેતર તથા ડિસ્ટીલેશન યુનીટ,દેવીપુજક ખેડુતો માટે તરબુચ/ટેટીના બિયારણ, નેટ હાઉસ, ટ્રેકટર માઉન્ટેડ સ્પ્રેયર, સ્વયં સંચાલીત બાગાયત મશિનરી, કોલ્ડ ચેઇન મેનેજમેન્ટના કાર્યક્રમો, બાગાયત પેદાશોના પેકેજીંગ મટેરીયલ વગેરે.

દરેક ખેડુતો માટે યોજનાઓમાં લાભ લેવા માટે ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨ માટે ઓન લાઇન અરજીઓ માટે તા. ૧૫-૦૫-૨૦૨૧ સુધી I-ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ છે. બાગાયતદારોને ઉપરોક્ત ઘટકોમાં સહાય લેવા માટે http://ikhedut.gujarat.gov.in પર અરજી કરી અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨,૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેક, બાગાયત વાવેતર અંગે નો તલાટી મંત્રીનો દાખલો, જાતિનું પ્રમાણપ્રત્ર (અનુ. જાતિ), વિગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ(ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦), મોરબીના સરનામે રજુ કરવા નાયબ બાગાયત નિયામક મોરબીની યાદીમાં જણાવેલ છે.

Related Articles

Total Website visit

1,595,233

TRENDING NOW