મોરબી જિલ્લામાં અવાર-નવાર ચોરીની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી બાઈકચોરી ગેંગ સક્રિય થઈ છે. અને બાઈક ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે મોરબીમાં પત્રકારના બાઇકની ચોરી થય હોવાની ઘટના બની છે.
મળતી માહિતી મુજબ મોરબીના પત્રકાર અતુલભાઈ જોષી આજે સવારે 9:15 ની આસપાસ પોતાની રવાપર રોડ ઘનશ્યામ પ્લાઝામાં આવેલી ઓફિસ ગયા હતા. અને બાદમાં 9:45ની આજુબાજુના સમયે રિપોર્ટિંગ માટે જવાનું હોય જેથી ઓફિસ નીચે ઉતરી બાઇક નં.GJ-03-HP-0002 લેવા આવ્યા હતા. ત્યારે બાઇક ત્યાંથી ગુમ થયું હતું. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તજવીજ હાથ ધરી બાઇક ચોરને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે.