બરાર થી જાજાસર જવાનાં રસ્તે બિયરના ચાર ડબલા સાથે એક ઝડપાયો.
માળિયા મીયાણા તાલુકાના બરાર થી જાજાસર ગામ તરફ જવાના રસ્તે બિયરના ચાર ડબલા સાથે એક શખ્સ મડી આવ્યો હતો ત્યારે તેમના વિરુદ્ધ
પ્રોહિબિશન અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મિયાણા પોલીસ ટીમે નાની બરારથી જાજાસર ગામ તરફ જવાના રસ્તે પેટ્રોલિંગ દરમિયાન આરોપી હમીરભાઈ સુખાભાઈ કોઠીવાર, રહે-નાની બરાર તા-માળીયા વાળાને કિંગ ફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ બ્રાન્ડ બીયરના 4 ડબલા કિંમત રૂપિયા 400 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.