મોરબી તાલુકાના બગથળા ગામે આધેડનું એસીડ પી લેતા મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના બગથળા ગામે રહેતા ૪૭ વર્ષીય છગનભાઈ કાનજીભાઈ ડાભી એ ગત તા.૬ ના રોજ સવારના પાંચક વાગે ગામના તળાવ પાસે કોઈ અગમ્ય કારણોસર એસીડ પી લેતા સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃત્યુ નોંધ કરી મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.