Monday, March 9, 2026

ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા વિનામૂલ્યે બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ : સુરેશ સોનગરા હળવદ)

હળવદ: ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા વિનામૂલ્યે બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પનું એક આયોજન કરવામાં આવ્યું આયોજન હળવદની જાહેર જનતા કે જેઓને પોતાનું બ્લડ ગ્રુપ કયું છે તેનો ખ્યાલ ન હોય અને જ્યારે લોકોને ઈમરજન્સીમાં બ્લડની જરૂર પડે ત્યારે ઉપયોગમાં આવી શકે તેવા હેતુથી લોકો માટે આ વિનામૂલ્યે બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજન હળવદની શ્રીજી લેબોરેટરી ના સહિયારા સહયોગથી દાતા વિશાલ નરેન્દ્રભાઇ ત્રિવેદીના સહકારથી કરવામાં આવ્યું હતું.

જેમાં ૨૫૦ જેટલા લાભાર્થીઓએ આ પ્રોજેક્ટનો લાભ લીધો, આ કાર્યક્રમના અતિથિવિશેષ સ્વામિનારાયણ મંદિર જૂનું ટાવર વાળાના મહંત ભક્તિનંદન સ્વામી તેમજ લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દિપક દાસ મહારાજ તેમજ ઉમદા વિચાર આપનાર અશ્વિન ચૌહાણ તેમજ બ્રાહ્મણની ભોજનશાળાના ઉપ પ્રમુખ ગિરીશભાઇ જોષી ઉપસ્થિત રહ્યા હતા, હળવદના ઇતિહાસમાં આ પ્રથમ વખત પ્રોજેક્ટ કરવામાં આવ્યો હશે , વધુમાં ગ્રુપના પ્રમુખ અજુભાઈ જણાવ્યું હતું કે અમારી આથી પણ વધુ લોકોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો.

હળવદમાં અમે સતત સેવાકીય પ્રવૃત્તિ કરતા રહીશું ,
સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી આશીર્વચન આપ્યા હળવદના આ યુવાનો જે સેવા કાર્ય કર્યા છે તેને તે વંદન કર્યા તેમજ આ યુવાનો જરૂરીયાત મંદ પરિવારની વચ્ચે હર હંમેશ હાજર જ હોય છે.એવું પણ જણાવ્યું હતું તેમજ લક્ષ્મી નારાયણ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે પોતાનાં આશિર્વચનમાં વેદોમાં પણ જે યજ્ઞનો ઉલ્લેખ નથી તેવા સેવાયજ્ઞ આ ગ્રુપ કરે છે તેવું જણાવ્યું હતું.

આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ગ્રુપ ના સ્થાપક વિશાલ જયસ્વાલ,ગ્રુપ ના પ્રમુખ અજજુભાઈ , ઉપ પ્રમુખ બિપીનભાઈ કાપડિયા ખજાનચી મયુર ભાઈ પરમાર સોશિયલ મીડિયા કનવીનર જયદીપ અઘારા તેમજ ગ્રુપ તમામ સભ્યો એ ભારે જહેમત ઊઠાવી હતી

Related Articles

Total Website visit

1,595,204

TRENDING NOW