વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપીને વાંકાનેર ખાતેથી મોરબી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ઝડપી પાડ્યો છે.
પેરોલ ફર્લો સ્કવોડ તથા એલસીબી મોરબીના સ્ટાફની ટીમ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન પેરોલ-ફર્લો સ્કવોડના પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ બોરાણા તથા સહદેવસિંહ જાડેજાને મળેલ બાતમી વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ગુન્હાના કામના નાસતા ફરતા આરોપી કિશનભાઇ બાબુભાઇ માલણ (રહે. વાંકાનેર ભાટીયા સોસાયટી ભુતનાથ મંદિરની બાજુમાં તા.વાંકાનેર જી.મોરબી) મુળ ગામ ગારીડા તા.વાંકાનેર જી.મોરબી વાળાને તા.૦૬/૧૧/૨૦૨૧ ના રોજ વાંકાનેર ખાતેથી પકડી પાડી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. વધુ કાર્યવાહી કરવા વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલ છે. આમ, છેલ્લા ચાર માસથી પ્રોહીબીશન ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે.