પ્રોહીબિશનના ગુનાના પકડવાના બાકી આરોપીને ઝડપી પાડતી ટંકારા પોલીસ.
પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી ની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડા તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર વી.પી. ગોલ ના માર્ગદર્શન હેઠળ પ્રોહીબિશનના ગણનાપાત્ર કેસોના પકડવાના બાકી આરોપીઓને ગુનાના કામે પકડી પાડવા સૂચના આપવામાં આવેલ હોય ત્યારે પ્રો.પો. ઇન્સ્પેક્ટર કે.જી. મોડ તથા પોલિસ સબ ઇન્સ્પેક્ટર એમ.જે. ધાધલ ના માર્ગદર્શન મુજબ ટંકારા પો.સ્ટે. ના પ્રોહી. ના ગુન્હાના આરોપી ચેતનભાટી ઉદયરામ ભાટી મૂળ રાજસ્થાન વાળાને પકડવાના બાકી હોય જેથી ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ શાહિદભાઈ બસારતઉલ્લા સિદ્દીકી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ હરિસિંહ સોલંકી ના હોય પકડી પાડ્યા હોય ત્યારે આરોપી વિરૂદ્ધ હાલ ધોરણસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.