વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમને સંયુક્ત ખાનગી રાહે બાતમી મળેલ કે, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા આશરે સાડા ત્રણ મહીનાથી નાશતો ફરતો આરોપી કીશનભાઇ ભીખુભાઇ વાઘાણી ઉવ.૨૪ રહે હાલ-રાજકોટ,બેડી ચોકડી, મોરબી રોડ, સાંઇ રેસીડેન્સી,બ્લોક નં.૨,શેરી નં.૧ મુળ ગામ-ગારીડા તા.જી.રાજકોટ વાળાનું નામદાર વાંકાનેર કોર્ટ દ્વારા બી.એન.એસ.એસ. કલમ ૭૨ મુજબનું વોરંટ મેળવેલ હોય જે નાશતો ફરતો આરોપી વાંકાનેર બાઉન્ટ્રી ખાતે આવેલ હોવાની બાતમીના આધારે વાંકાનેર બાઉન્ટ્રી ખાતેથી પકડી પાડી પ્રોહીબિશનના ગુન્હામાં અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમને પ્રોહીબીશનના ગુન્હાના નાશતા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે